પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વિશ્વલીલા
૯૫
 


સોહે તલાવડી કે સોહે એ હંસલો,
સોહે સરોજ ભ્રમરચૂમ્યાં રે લોલ;
આભલેથી કાલપડછાયા ઊતરતાં
રહેશે એ કોણ અણઝૂમ્યાં રે લોલ ? ૫

કમળતલાવડી એ ઊભો છે હંસલો :
હંસલા ! ઉઘાડ તારી આંખો રે લોલ !
અદ્દલ કમળ પર ગુંજે ભ્રમર ભલે :
બીડી શેં તારી દેવપાંખો રે લોલ ? ૬