પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પર્વોત્સવ
૧૦૫
 



દીવાળી

♦ વનમાં બોલે મીઠા મોર. ♦


પ્રગટે ઘરઘર આજ પ્રકાશ,
દિવાળીનાં મેરિયાં રે લોલ:
ઝળકો આર્યભૂમિના વાસ,
હો રંગભર હોલિયાં રે લોલ ! -

ઊંડુ અંતર કાળનું, ઊંડા આ અંધાર;
આવે તેમાં તેજના મોંઘેરા ચમકાર :

ઊંડાં ઊંડા છે અમ ગીત
કે ગરવાં ઘેલિયાં રે લોલ;
આવો, ગાઇએ સહુ શુભ રીત,
હો રંગભર હોલિયાં રે લોલ ! ૧

દીવે દીવે દેવની સ્નેહભરી છે આંખ;
ઝળહળ જ્યોતિ ઝીલતાં, ફૂટે પ્રાણની પાંખ:

સુરવરમુનિવર નર ને નાર
કે એમાં ખોલિયાં રે લોલ;
આવો, કરીએ આત્મવિહાર,
હો રંગભર હોલિયાં રે લોલ ! ૨