પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પર્વોત્સવ
૧૧૫
 


નવલા વૃંદાવનની કુંજગલીમાં,
કહાનાની મોરલી વાજી રહી;
ગુર્જરી જાય ત્યાં વિદ્યાવધામણે,
ભોળી અભણ ઘેર લાજી રહી:
ઉરમાં હજાર કંઇ. ૪

સાગરની છીપલીથી લાધ્યાં મોતીડાં,
ગાગનને ગોખથી તારા મળ્યા;
વીત્યાં અંધારાં ને આવ્યા ઉજાસ આ,
આત્માના બાગ કંઇ ફૂલ્યા ફળ્યા:
ઉરમાં હજાર કંઇ. ૫

નંદનવન નવાં ઊગ્યાં છે આંખમાં:
આવોને, બહેનીઓ ! રમિયે, રસે !
જ્ઞાને કલ્યાણના પંથે પરવરિયે, -
સ્નેહ ને આનંદ ઉરજ્યોતે વસે:
ઉરમાં હજાર કંઇ. ૬