પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૨
રાસચંદ્રિકા
 


આંગણિયે પ્રભુજીની સ્નેહપ્રભા ઝીણી રેલશે રે,
ત્યારે ઝીલવા તેને નયનાં ઊંડા ખોલજો રે લોલ !
મીઠાં બાળકડાં, પોઢોજી રુમઝુમ પારણે રે.

ફૂલહોઠલડે મુખડે, વહાલાં ! હાસ્ય રમાડતાં રે
હૈડાં માતલડીનાં હર્ષ ભરી હીંચોળજો રે લોલ !
મીઠાં બાળકડાં, પોઢોજી રુમઝુમ પારણે રે. ૩