આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગૃહમંડપ
૧૩૭
ભાઇબીજ
♦ વહેલા આવજો હો લાલ . ♦
બીજના ચાંદલિયાશો ઝગમગતો જરી આવજે, હો વીર !
ઉર ઉછળાવજે, હો વીર !
મારી અંધારી રાતડલીને વિલસાવજે, હો વીર !
મહિયર લાવજે, હો વીર !—
લાંબા પટ આકાશના, લાંબા મહિયર પંથ;
ધગઘગતો દિન દોહ્યલો, નહીં રજનીનો અંત:
બાંકા ચાંદલિયાશો ધમધમતો જરી આવજે, હો વીર !
ઉર ઉછળાવજે, હો વીર !
મારી ચણચણતી રાતડલીને ચમકાવજે, હો વીર !
મહિયર લાવજે, હો વીર ! ૧
નહીં સાગર પર શઢ ઊડે, નહીં વાટે કો વેલ;
વરસ વરસના વાયાઅ, આંખડલીના ખેલ;
હસતા ચાંદલિયાશો રુમઝુમતો જરી આવજે, વો વીર !
ઉર ઉછળાવજે, હો વીર !
મારી વનઘેરી રાતડલીને મલકાવજે, હો વીર !
મહિયર લાવજે, હો વીર ! ૨