પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૨
રાસચંદ્રિકા
 


ધીમે ધીમે પડે ધણ સંગ, રવિનાં પગલાં રે;
ફૂલે ફૂલે ફૂટે નવરંગ, ભરતા ડગલાં રે:
ચાલી લઈને હું તો ઘર બહાર ગોરસ મીઠડાં રે,
તારી બંસરીને સ્વરધાર પડતાં દીઠડાં રે!

ચારો ચરતી ગાવડી થોભે ઘડીભર દૂર:
અનહદ લોલે આવડી, સુણતાં ડોલે મારું ઉર:
–હૈડાં ઢળકે રે !

મારી મટુકીમાં હો મહારાજ ! મહીડાં છલકે રે ! ૩

ઊભો રહી શું વગડે એમ, બંસરે ઝરતી રે!
હાવાં ધગધગતી ઝટ તેમ બળશે ધરતી રે:
હો રે ઝીલ ! ઢોળાઈ જાય ગોરસ મીઠડાં રે,
મારો પાલવડો ભીંજાય, પડતાં દીઠડાં રે !

હું ગુણહીણી ગોપિકા, તું ગુણસાગર શૂર:
મહીડાં મારાં ઝીલી લે, પછી આ ખીલે મારું ઉર:
–હૈડાં ઢળકે રે !

મારી મટુકીમાં હો મહારાજ ! મહીડાં છલકે રે ! ૪