પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગોપકુંજ
૧૬૩
 


કાળા ભ્રમર ભમે વાડીમાં, મનમોહનજી !
ગોરાં ગોરાં કમળના ફૂલ :
દૂધડાં દોહું રે, મનમોહનજી !
દિલે સિંહાસન દેવના, મનમોહનજી !
કરજો કાળાં ગોરાંનાં મૂલ :
દૂધડાં દોહું રે, મનમોહનજી ! ૪

કાળી કૂજે કહિં કોકિલા, મનમોહનજી !
ગોરા ગોરા આંબાના મ્હોર
દૂધડાં દોહું રે, મનમોહનજી !
આઘે વગાડો તમે વાંસળી, મનમોહનજી !
દો'તાં દહાડો જશે ચઢી પ્હોર :
દૂધડાં દોહું રે, મનમોહનજી ! ૫

કાળાં તળાવ, ગોરાં હંસલાં , મનમોહનજી !
ઊંડા ઊંડા જીવનના બોલ
દૂધડાં દોહું રે, મનમોહનજી !
લાવો, મટુકી તમ અત્માની, મનમોહનજી !
આ દૂધડાં સ્વાદ છે અમોલ !
દૂધડાં દોહું રે, મનમોહનજી ! ૬