પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૨
રાસચંદ્રિકા
 


ફૂલડાંની ફોરમ ને રંગોની ભભકે
ભૃંગ પતંગ આવી ગુંજે રે:
ડારું ડારું ને મારી આંખલડી વારું હો !
ફૂલડાં જઈ વેરું કઈ કુંજે ?
હો ! ફૂલડાં દઉં કોને, સખી? ૩

ધોમ ધખે ને વ્યોમ આ તરસે,
વરસે આંખડલીથી વારિ રે,
હારી હારીને હૈયું હેલે ચઢ્યું રહે:
ફૂલડાંનો ક્યાં છે અધિકારી?
હો ! ફૂલડાં દઉં કોને, સખી? ૪