પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રણયરંગ
૧૭૭
 



બોલનાં બાણ

♦ છેતર્યાં છોગાળે . ♦


સખી ! વહાલીડે આવી જળઘાટે ને કોલનાં દાણ માગ્યાં;
હું તો ભોળી ભરમાઈ પડી વાટે કે બોલનાં બાણ વાગ્યાં ! ૧

સખી ! મીથું મીઠું કૈંક કહ્યું એણે ને કોલનાં દાણ માગ્યાં;
એવું ભર્યું હશે શું એનાં વેણે કે બોલનાં બાણ વાગ્યાં ? ૨

સખી ! નયણાં નચાવ્યાં એણે ઝીણાં ને કોલનાં દાણ માગ્યાં;
એની જીભે વસે શું સૂર તીણા કે બોલનાં બાણ વાગ્યાં ? ૩

સખી ! દેખાડ્યાં સૂરજ ને ચંદા ને કોલનાં દાણ માગ્યાં;
પછી બન્યા એ એવા રસબંદા કે બોલનાં બાણ વાગ્યાં ? ૪

સખી ! સમ્ભલાવ્યાં રામજી ને સીતા ને કોલનાં દાણ માગ્યાં;
એવા લંકાના ગધ શા એણે જીત્યા કે બોલનાં બાણ વાગ્યાં ? ૫

સખી ! મોરલીએ મોહી મન મારું ને કોલનાં દાણ માગ્યાં;
એની મોરલીમાં હશે શું ગોઝારું કે બોલનાં બાણ વાગ્યાં ? ૬