પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૮
રાસચંદ્રિકા
 


સખી ! ઘડૂલો ચઢાવ્યો મારે માથે ને કોલનાં દાણ માગ્યાં;
એને છલકાતો રાખું કેમ હાથે કે કે બોલનાં બાણ વાગ્યાં ? ૭

સખી ! હસી હસી હૈડું હુલાવ્યું ને કોલનાં દાણ માગ્યાં;
એના મર્માળા મુખે તન તાવ્યું કે બોલનાં બાણ વાગ્યાં ? ૮

સખી ! આભને વીંટાળ્યાં મારે કોટે ને કોલનાં દાણ માગ્યાં;
મારું જીવન બંધાયું એની ચોટે કે બોલનાં બાણ વાગ્યાં ? ૯

સખી ! જન્મોના જોગ એણે જોયા ને કોલનાં દાણ માગ્યાં;
અદ્દલ પ્રાણમાં છે પ્રાણ એના પ્રોયા કે બોલનાં બાણ વાગ્યાં ? ૧૦