પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રણયરંગ
૧૭૯
 



વણમૂલાં વેચાણ

♦ માને તમારું તે તો ઘેલડી . ♦


હું તો વેચાઈ વણમૂલે,
સખીરી ! આજે
હું તો વેચાઈ વણમૂલે !—

સારી આ સૃષ્ટિનો ભર્યો ભંડાર જેમાં,
આવે ત્યાં કોણ તેની તૂલે ?
સખીરી ! આજે૦ ૧

જોયું જ્યાં મુખડું ત્યાં ખોયું મારું મનડુમ્,
જાણ્યું એ જ સ્વર્ગ મારું ઝૂલે:
સખીરી ! આજે૦ ૨

હું તો કહેતી'તી એવા લાખ પદ્યા વાટમાં :
આજે ચતુરાઇ પડી ચૂલે :
સખીરી ! આજે૦ ૩

લાખો રતન મારાં રાખ્યાં જતનથી,
તે તો પતન પામી ડૂલે :
સખીરી ! આજે૦ ૪