પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રણયરંગ
૧૮૧
 



રઢ

♦ પાલવડો મારો મેલો, મોહનજી . ♦


લાગી છે રધ એક તારી, મોહનજી !
બીજી છે વાત બધી ખોટી રે લોલ:
મારો તો ભાનુ છે મોરારી, મોહનજી !
તારા ઝબૂકે ભલે કોટિ રે લોલ ! -

તેજ તેજ તનખા ઝરે, રૂપ રૂપ અંબાર;
ખારાં જગનાં જીવવાં, મીથા તુજ પડકાર:

એવું તે કોને જઈ કહેવું, મોહનજી,
અંતરની આશ એક મોટી રે લોલ:
લેવું તો મનમાન્યું લેવું, મોહનજી,
બીજી છે વાત બધી ખોટી રે લોલ. ૧

ઉપર નિરખું આંખડી, નીચે નિરખું નેણ;
લોચન એ જ બધે દિસે, એક વસ્તુ બહુ વેણ:

જ્યાં રે વસે મારો વહાલમ, મોહનજી !
રહે છે ત્યાં ચિત્ત મારું ચોંટી રે લોલ:
સાચી છે વહાલમની આલમ, મોહનજી !
બીજી છે વાત બધી ખોટી રે લોલ. ૨