પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૨
રાસચંદ્રિકા
 


ઘેલી ધરાની ઘૂમતી, ઘેલી ભમતી રાત;
ઘેલી એકલ નારની ઘેલી ઘેલી વાત:

હૈયા સૂના શું રહેશો છેક જ, મોહનજી ?
મારી છે માગણી છોટી રે લોલ;
મારે તો ચાંદલો એક જ, મોહનજી !
બીજી છે વાત બધી ખોટી રે લોલ ! ૩