પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રણયરંગ
૧૮૭
 



દિલનાં દાન

♦ રઘુપતિ રામ હૃદયમાં રેહેજો રે. ♦


દિલે દિલ લાગે ત્યાં દિલ દઈએ રે;
દિલ સમજે તેનાં થિર થઈએ:
દિલે દિલ લાગે ત્યાં દિલ દઇએ રે. -

મહાસાગર આભરે ભરતી રે,
એને અંતર ધારણ ધરતી રે,
એવી ધરતી યે અંતર સરતી:
દિલે દિલ લાગે ત્યાં દિલ દઇએ રે. ૧

નહીં ચંદ્રથી કમળ વિકાસે રે;
નહીં કુમુદિની સૂર્યે ઉલ્લાસે રે;
જેવા રાગ તેવા સોર શ્વાસે :
દિલે દિલ લાગે ત્યાં દિલ દઇએ રે. ૨

ઊંડે અંતર છે એક કૂપી રે;
વહે ત્યાં અમીધાર કો છૂપી રે;
નહીં નીકળે એ કોની યે ખૂંપી:
દિલે દિલ લાગે ત્યાં દિલ દઇએ રે. ૩