પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૮
રાસચંદ્રિકા
 


ભલે ઘોર અંધારાં વ્યાપે રે,
ભૂલે ઘન ગગડે, વીજ કાપે રે:
એ તો માવઠાં મહાનાં શું આપે?
દિલે દિલ લાગે ત્યાં દિલ દઇએ રે. ૪

અગ્નિ પથ્થરેને વીજ ઘનમાં રે,
એવી પ્રીત પ્રકાશે કો તનમાં રે,
રાખો મનમાંની ત્યાં લગી મનમાં:
દિલે દિલ લાગે ત્યાં દિલ દઇએ રે. ૫

મીઠાં મિલન છે કુસુમ અનિલનાં રે,
જાણે જાણણહાર કો દિલનાં રે:
કરશે અદ્દલ શું દિલ તેબખિલનાં?
દિલે દિલ લાગે ત્યાં દિલ દઇએ રે. ૬