પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૨
રાસચંદ્રિકા
 



પ્રેમમંદિર

♦ પ્રગટ્યા શ્રીકૃષ્ણ મન ભાવતા રે લોલ . ♦


વહાલા ! પધારો મારે મંદિરે રે લોલ !
મંદિરે પવિત્ર વસે પ્રેમ જો;
વહાલા ! પધારો મારે મંદિરે રે લોલ !

રજની વધાવે રૂડા ચંદ્રને રે લોલ,
વહલાને વધાવું હું ય એમ જો;
વહાલા ! પધારો મારે મંદિરે રે લોલ ! ૧

મંદિરે વગાડો સ્નેહઘંટડી રે લોલ,
ઘંટડીની તાને રાખું ધ્યાન જો;
વહાલા ! પધારો મારે મંદિરે રે લોલ !

ચાલો પૂજીએ પ્રેમદેવને રે લોલ,
એક બની ગાશું ઉરગાનજો;
વહાલા ! પધારો મારે મંદિરે રે લોલ ! ૨