પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૪
રાસચંદ્રિકા
 



સ્નેહીને

ગરબી *[૧]. ♦


આવો, આવો અમારે બાર,
વહાલા પધારજો !
તમ આત્માના ઊજળા ચમકાર;
વહાલા પધારજો !—


પગલે પાવન અમીછાંટણાં છાંટો,
બારણે સુકાઈ અમ વેલ:
વહાલા પધારજો !
વેલી જગાવો ઉર ખેલી એ ઘેલી,
રેલી રેલાવો રસરેલ :
વહાલા પધારજો ! - આવો૦ ૧

સ્નેહમંડપ નિત્ય આત્મ અમ ઝૂલે,
સ્નેહની દોરી સ્નેહહાથ:
વહાલા પધારજો !
દોરી તૂટી કે છૂટી નહિ જાણું;
ખેંચી ઝુલાવો તમ સાથ :
વહાલા પધારજો ! - આવો૦ ૨


  1. આ ગરબી નવી રચી છે. "રંગીલી દરજણ છબીલી દરજણ" એ જાણીતા ગીતની ઢાળ પર "પગલે પાવન અમી છાંટણા છાંટો" એમ અંતરાની શરૂઆત લઈને પછી પલટો આપ્યો છે.