પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દાંપત્ય
૧૯૫
 


આછી આછી આ જગતની માયા :
ઊંડા અમારા વિલાસ :
વહાલા પધારજો !
મોંઘી મોંઘી અમ માંડવાની છાયા:
મોંઘા તમારા ઉલ્લાસ:
વહાલા પધારજો ! - આવો૦ ૩

આત્મપટ ખોલી આ મૂક્યું તમ પગલે,
ના, ના, જશો નહિ દૂર !
વહાલા પધારજો !
આવો, પટે એ કનકપદ લૂછું:
પામું પ્રભુજીનું નૂર:
વહાલા પધારજો ! - આવો૦ ૪

આવો, આવો અમારે બાર,
વહાલા પધારજો !
તમ હૈયાના દૈવી ચમકાર,
વહાલા પધારજો !
(અમ અંતરના ઊંડા અંધાર,
વહાલા વિદારજો !)
આવો, આવો અમારે બાર
વહાલા પધારજો ! - આવો૦ ૫