પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૬
રાસચંદ્રિકા
 



ફૂલડાં

♦ ગરબી [૧]


મારે માંડવડે પધારો, મહારાજ,
ફૂલડાં વીણિયે રે લોલ !
મારે આંગણિયે પધારો, રસરાજ,
ફૂલડાં વીણિયે રે લોલ !—

માંડવડે વેરાઇને, પડ્યાં અમોલાં ફૂલ;
સુરવન સમો પ્રસારતાં મધુર સુવાસ અતૂલ:

કંચનછાબ ધરો, છબીલા મારા રાજ,
ફૂલડાં વીણિયે રે લોલ !
ફૂલડાં તોરણિયાં, રસીલા મારા રાજ,
ફૂલડાં વીણિયે રે લોલ ! - મારે૦ ૧


  1. આ ગરબી નવી રચી છે. એના ઓઓર કંઇક આ પ્રમાને છે:
    સા-સા-ની (ખ)-સા-રિ-- રિ-મ--મ-રિ || સા-રિ--મ--રિ-સા--રિ-સા-સા
    આમાં ની ખરજ છે તથા ગ બધા કોમળ છે, બીજા બધા શુદ્ધ સ્વર છે.
    'રાજ' અને "વીનીયે" એ બંનેમાંના 'રા' અને 'વી' લુપ્ત સ્વર છે