પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દાંપત્ય
૧૯૭
 


આંગણિયે અનુપમ પડે પરમ તાતનાં તેજ;
રૂડલાં ફૂલડાંમાં ભરે સુંદર શોભા એ જ:

હસતાં લોચનિયાં લોભાવો, રંગરાજ,
ફૂલડાં વીણિયે રે લોલ :
મારાં આંગણિયાં શોભાવો, રંગરાજ,
ફૂલડાં વીણિયે રે લોલ ! - મારે૦ ૨

શીતળ સૌમ્ય સુધા સમી માંડવડાની છાય;
આંગણિયાં અજવાળવા, દોરો પાવન પાય:

પગલાંને રસિયાં ખેલાવો, રૂડા રાજ,
ફૂલડાં વીણિયે રે લોલ ;
પગલે કુંગનિયાં રેલાવો, રૂડા રાજ,
ફૂલડાં વીણિયે રે લોલ ! - મારે૦ ૩

મોંઘેરી મીઠડી સરે રમતીલી શીળી લહેર;
અમીકરમાં કર લઈ ગૂંથો ઉરઉરમણિની સેર !

હૈયાં ઉજળિયાં દીપાવો, ઉરરાજ,
ફૂલડાં વીણિયે રે લોલ ;
મારાં આંગણિયાં ઝબકાવો, ઉરરાજ,
ફૂલડાં વીણિયે રે લોલ ! -
મારે માંડવડે પધારો, મહારાજ,
ફૂલડાં વીણિયે રે લોલ ! - મારે૦ ૪