પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દાંપત્ય
૨૦૧
 



નથનું મોતી

♦ ગરબી - રાગ દેશ - તાલ ધુમાળી . ♦

મને આપ હો રાધા રે તારી નથનું મોતી !
નથનું મોતીરે તારા સતનું મોતી:
મને આપ હો રાધા રે૦—

નથનું મોતી તો મારા જિગરની જ્વાળા:
કાળા અંધારામાં એ પથની જ્યોતિ:
મને આપ હો રાધા રે૦

નથનું મોતી તો મારા આત્માનું અમૃત:
નથને કે નાથને તું ગતમાં મો'તી?
મને આપ હો રાધા રે૦

રતન દરિયાવનું કે તારાનું ટીપું:
કાઢ્યું મેં તારે મુખે મતમાં ગોતી:
મને આપ હો રાધા રે૦

મોતી વિના વહે આંખે મોતીની ધારા :
રાધા ! એ દાને રહે તું છતમાં સો'તી! —

મને આપ હો રાધા રે તારી નથનું મોતી !
સતનું મોતી એ તારી નથનું મોતી:
મને આપ હો રાધા રે૦