પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦૨
રાસચંદ્રિકા
 



ગૃહદ્વારનાં બેલડિયાં

♦ ગુણવંતી ગુજરાત . ♦


આછા ઘૂંટ ઉઘાડ,
સખીરી ! તારા આછા ઘૂંઘટ ઉઘાડ !
ઉર સૌંદર્ય ચખાડ,
સખીરી ! તારા આછા ઘૂંઘટ ઉઘાડ !

રસરંગીલી ચંદા મધુરી વેરે રૂપાફૂલ;
વાદળવન મુખેથી ખસેડી કરતી દુનિયા ડૂલ !
સખીરી ! તારા આછા ઘૂંઘટ ઉઘાડ !

સરવર સલિલે કુમુદિની નાચે અનિલે અનિલે પૂર;
મુખવલ્લરી ખીલવે પાંખડીમામ્ ઝીલવા ચંદાઉર:
સખીરી ! તારા આછા ઘૂંઘટ ઉઘાડ !

નહીં ઝીલે તો નહીં ખીલે એ, વીલે મુખ કરમાય;
ઉરસંવાદ પ્રફુલ્લ વસે ત્યાં રસજોડી વિકસાય:
સખીરી ! તારા આછા ઘૂંઘટ ઉઘાડ !

અંતર તુજ આત્મા ગુંજે ને નયને વહે સંદેશ;
ઘૂંઘટ ઉઘાડ, અહો રસરાણી ! કરી દે સ્વપ્ન ઉજેશ !
સખીરી ! તારા આછા ઘૂંઘટ ઉઘાડ !