પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દાંપત્ય
૨૦૩
 


પટ ખોલે નભ લક્ષ્મી ઉષા તો સૂર્ય ઝરે રસનેહ;
સંધ્યાને મુખ ઘૂંઘટ પડે ત્યાં અંધ બને જગદેહ!
સખીરી ! તારા આછા ઘૂંઘટ ઉઘાડ !

ગ્રહદ્વારે બેલડિયાં વંદે વંદન વદનઉદાર;
સમરસકલા ખીલી પ્રગટે ત્યાં ઉરસૌભાગ્ય અપાર:
સખીરી ! તારા આછા ઘૂંઘટ ઉઘાડ !

તુજ સ્નેહની પ્રતિમા શું બોલે, લોલે ચેતન કેમ?
એકલઉર કલાપી ન ખોલે પ્રાણકલા પૂરી એમ:
સખીરી ! તારા આછા ઘૂંઘટ ઉઘાડ !

રસ ન ઝરે, પ્રભુતા ન સ્ફુરે, શું આ તુજ એવી અમાસ ?
ઘૂંઘટ ઉઘાડ, ખિલાવ કલા, સખી ! વેરી દે તુજ હાસ !
સખીરી ! તારા આછા ઘૂંઘટ ઉઘાડ !

જળથળ વિલસે, રજની વિલસે, વિલસે દિશ દિશ વ્યોમ;
ઘૂંઘટ ઉઘાડ, જીવનભાગી સખી ! પૂર્ણકલા ઝર સોમ:
સખીરી ! તારા આછા ઘૂંઘટ ઉઘાડ !

નયનો ઝરશે, પ્રભુતા વરશે, સરશે આત્માભાર
સખીરી !તારું હૃદય વિકસતાં સ્વર્ગ બને સંસાર !
સખીરી ! તારા આછા ઘૂંઘટ ઉઘાડ ! ૧૦