પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦૬
રાસચંદ્રિકા
 



અબોલા

♦ માને તારું તે તો ઘેલડી ♦


બોલે તે તો છે ઘેલી બાપડી,
તમારી સાથે
બોલે તે તો છે ઘેલી બાપડી !—

મીઠું મીઠું બોલી તમે હૈડું હરી લ્યો છો,
ભૂલમાં ખવાડો પછી થાપડી !
તમારી સાથે૦

જાદુગર જાદુ કરી ચિત્ત લે છે ચોરી,
રહેતું પછી કહો શું પાસે આપડી?
તમારી સાથે૦

નિશ્ચય કીધો આ, કદી તમથી ના ભોળાવું,
ડૂબે મારી અધવચે તરાપડી !
તમારી સાથે૦