પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દાંપત્ય
૨૦૭
 


રોજ રોજ ઘેલુડી ને વહાલુડી ને બાલુડી
સુણવાં એવાં વેણ શું નીચાં પડી ?
તમારી સાથે૦

પાંચ જણની વચ્ચે મારે થાય જોવા જેવું,
તમારે તો જાણે છે મજા પડી !
તમારી સાથે૦

મેઘ જેવા ગાજશો ને મેઘ જેવા વરસશો,
અમારી તો ભીંજે આ એક કાપડી !
તમારી સાથે૦

જાઓ રે ઠગારા ! હવે હું તો નહીં બોલું :
પણ આ અદ્દલ મનને શી પડાપડી !
તમારી સાથે
બોલે તે તો છે ઘેલી બાપડી !