પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દાંપત્ય
૨૦૯
 


એવી દઉં જોડ એક ચાંદા સૂરજની,
આપી શકે ન નાર વ્રજની:
જુઓ તો સહી !
આવો, આવોની રાજ ! રૂસણાં ઉતારો ! ૫

દેવો યે સ્વર્ગમાં પમે ન જેવાં;
આપું અમોલ અમી એવાં:
જુઓ તો સહી !
આવો, આવોની રાજ ! રૂસણાં ઉતારો ! ૬

હસતું આ વિશ્વ, આંખ હસતી ઉઘાડો !
ઉઘડ્યા આ પ્રાણે મીટ માંડો:
જુઓ તો સહી !
આવો, આવોની રાજ ! રૂસણાં ઉતારો ! ૭