પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૧૮
રાસચંદ્રિકા
 


અંધારી રાતનાં અંધારાં કાળશાં,
ચમકે ત્યાં દેવની ચોકી રે લોલ;
ચોકી ચોકીએ મારા નાથનાં પગલાં
પાડે છે ભાત કો અનોખી રે લોલ:
ધીમાં ધીમાં, હો નાથ !

ધીમાં ધીમાં, હો નાથ ! પગલાં ઉપાડજો !
પગલે પગલે પડે તારા રે લોલ:
ઝીલું ને ઢોળું તેજધારા જીવનમાં,
એવા હો નાથ  ! રહેજો મારા રે લોલ !
ધીમાં ધીમાં, હો નાથ !