લખાણ પર જાઓ

પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨૦
રાસચંદ્રિકા
 


ગગન સુહાગી રહે શહિદેશે,
અંતર સુહાગી છે સ્નેહે:
⁠વહાલમજી !
⁠મીઠાં તે પ્રેમદાન દેશોજી ક્યારે ? ⁠૫

ભરશે વિરાટ એક મુઠ્ઠીના દાને,
મુઠ્ઠીનો ભેદ જે જાણે:
⁠વહાલમજી !
⁠શૂરાં તે પ્રેમદાન દેશોજી ક્યારે ? ૬

પગલે પગલે જ્યાં જ્યોતિનાં ફૂલો,
સૂર્યનો માંડવ અણમૂલો:
⁠વહાલમજી !
⁠શૂરાં તે પ્રેમદાન દેશોજી ક્યારે ? ૭

શ્વાસે શ્વાસે છે આ જીવનનાં આણાં,
ભરતીનાં મોજાં ભરાણાં:
⁠વહાલમજી !
⁠શૂરાં તે પ્રેમદાન દેશોજી ક્યારે ? ૮