પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દાંપત્ય
૨૨૧
 



વહાલમજીનો રાસ

ચૂલા પર ઠીકરી રે કે લટપટ બોલે વહાલમજી.
આજે મારા પરણ્યાનું રાજ, લટપટ બોલે, વહાલમજી.


વાદળમાં વીજળી રે કે ચમચમ ચમકે, વહાલમજી,
એવા મારા અંતરના ભાવ આજ કંઈ ટમકે, વહાલમજી;
અબળાના ઉરની રે કે વાત મોંઘી, વહાલમજી,
પ્રારબ્ધના ઝીલતી એ ઘાવ, સ્નેહેને ન સોંઘી, વહાલમજી.

પ્રીતમની છાંયમાં રે કે અબળા ખીલતી, વહાલમજી,
વાદળના પડખામાં જેમ, વીજળી ઝીલતી, વહાલમજી;
ચટકતી ચાંદની રે કે પડતી રવિઓથે, વહાલમજી,
એવો છે અબળાનો પ્રેમ, છૂપતો પોતે, વહાલમજી.

માનસર કાંઠે રે કે હંસ ચરે મોતી, વહાલમજી,
એવી તમ અંતરકિનાર, પામું પુણ્યજ્યોતિ, વહાલમજી;
મૉરે મંદાકિની રે કે આભને કોટે, વહાલમજી,
ઝૂલી તમ સ્નેહસહકાર, મૉરું ફૂલગોટે, વહાલમજી.

તમે તો ભાનુશા રે કે ચંદાશી હું તો, વહાલમજી,
કાળજાને કોતરતો કાળ હૈયે મારે સૂતો, વહાલમજી;
સંજીવન સ્નેહનનાં રે કે લાવે દેવદૂતો, વહાલમજી,
રોજ એવી કિરણની માળ હૈયે મારે ગૂંથો, વહાલમજી.