પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨૨
રાસચંદ્રિકા
 


લાખેણી લાડલી રે કે શોભે શણગારે, વહાલમજી,
લાખ લાખ તારાનાં તેજ દેહે ઝબકારે, વહાલમજી;
તોય પ્[ઇયુચંદ્રનાં રે કે દર્શન જો ઊણાં, વહાલમજી,
વહી રહે અંધારાં બધે જ, હૈયાં એવાં સૂનાં, વહાલમજી.

દૂરથી દિગંતમાં રે કે વાટડી જોતી, વહાલમજી,
દીઠી-અણદીઠી વસંત, ધરા ધીર ખોતી, વહાલમજી;
ક્યારેક તે આવશે રે કે ભરશે ફૂલપાને , વહાલમજી,
એવી અમ આશા અનંત ધારે ધીર ધ્યાને, વહાલમજી.

આંસુડાં આંખમાં રે કે હૈડે જ્વાળા, વહાલમજી,
વદને હુલાવી તોય હાસ, પીવા વિખપ્યાલા, વહાલમજી;
વરસતે મેહુલે રે કે ચાંદની પડતી, વહાલમજી,
એવી અમ પ્રીતિ દે ભાસ, હસતી રડતી, વહાલમજી.

પોયણીની દાંડી રે કે નીરે ઊભે મદથી, વહાલમજી,
વધે જેમ પાણીનાં પૂર, તેમ તેમ વધતી, વહાલમજી;
નેહ કેરાં નૂરમાં રે કે અબળા ઊગતી, વહાલમજી,
જેમ જેમ વધતાં એ નૂર, તેમ ઊંચે પૂગતી, વહાલમજી.

દિલના વિલાવર રે કે મનના મોટા, વહાલમજી,
ઓછાં અધીરાં અમ ઉર ભરે પરટપોટા, વહાલમજી;
સાગરના જેવા રે કે ગંભીર ગાજો, વહાલમજી,
મારાં આ સૈતાનાં પૂર શમવી સહાજો, વહાલમજી.