પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પૂજન
 



રસગાથા

♦ ગિરધારી રે વાત કહું તે વિચારો ♦

આવો સંત સંત હો !
નયને ભરું હું મારા નાથને,
એના સતિયા સૌ સંતના સાથને :
લાવો તંત તંત હો !
તંતે બંધાવું બેઉ હાથને,
જોડું ભજવા સદા જગનાથને.—આવો.

થાય ચમક ચમક વીજ મેઘાડંબરે રે;
ગગડે ઘન, ચઢાવ્યું ચાપ શું વિશ્વંભરે રે;
ઝરે મોતી મોતી રસિક વ્યોમઅંબરે રે :
મારે પંથ પંથ હો,
અમીરસ રસાવે દિનરાતને;
સીંચે તારા ને પુષ્પની બિછાત ને :
આવો સંત સંત હો,
નયને ભરું મારા નાથને,
એના સતિયા સૌ સંતના સાથને .