પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દાંપત્ય
૨૨૫
 



સંધ્યાનાં સોણલાં

♦ રાતલડી રળિયામણી, મનમોહનજી. ♦


કૂંળી ઉષા, કૂંળા આભલાં, મુજ વહાલમજી !
કૂંળા કૂંળા સૂરજના પાદ:
ભૂલશો સોણલાં તે, મુજ વહાલમજી?
મોંઘી વસંત, મોંઘાં ફૂલડાં; મુજ વહાલમજી!
મોંઘા ઉર ઉરના આહ્‌લાદ:
ભૂલશો સોણલાં તે, મુજ વહાલમજી?

હૈડે લીલા લચી કૈં હતી,મુજ વહાલમજી !
કરતી કોયલ ટહુકાર:
ભૂલશો સોણલાં તે, મુજ વહાલમજી?
જોબન હતાં જાદુભર્યાં, મુજ વહાલમજી !
આંખે ઓજસના અંબાર:
ભૂલશો સોણલાં તે, મુજ વહાલમજી?

આંજણ અંજાયાં આંખમાં, મુજ વહાલમજી
દીઠી અદ્‌ભૂત સોનલ દેહ:
ભૂલશો સોણલાં તે, મુજ વહાલમજી?
દીધાં-લીધાં દેહદાન એ, મુજ વહાલમજી!
મૉર્યા ફાલ્યા તે અમૃતનેહ:
ભૂલશો સોણલાં તે, મુજ વહાલમજી?