પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨૬
રાસચંદ્રિકા
 


આજે ઊભાં સંધ્યા તળે, મુજ વહાલમજી !
કેવી મીઠી મનોહર શાંત !
ભૂલશો સોણલાં તે, મુજ વહાલમજી?
રેલ્યા આ જીવનતરંગ સૌ, મુજ વહાલમજી !
ઝૂલે નભ ધરણી એકાંત :
ભૂલશો સોણલાં તે, મુજ વહાલમજી?

આવી હેમંત, આવ્યા વાયરા, મુજ વહાલમજી !
પેલામ્ રજનીનાં આવે રજપૂર !
ભૂલશો સોણલાં તે, મુજ વહાલમજી?
મીઠાં સૌ સ્નેહલ સોણલાં શું, મુજ વહાલમજી?
ઝગો તારાશું ઉર પૂરનૂર !
ભૂલશો સોણલાં તે, મુજ વહાલમજી?

ઘેરી આ સાંઝ, ઘેરી રાતડી, મુજ વહાલમજી !
ઘેરી ઘેરી સુખદુઃખની ગાથ :
ભૂલશો સોણલાં તે, મુજ વહાલમજી?
હવે લેવાં-દેવાં આત્મદાન કૈં, મુજ વહાલમજી !
હૈયે હૈયાં ગૂંથી, હાથે હાથ !
ભૂલશો સોણલાં તે, મુજ વહાલમજી?