પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દાંપત્ય
૨૨૭
 



દાંપત્યનો વિજયકાળ

♦ વનમાં બોલે મીઠા મોર ♦


વહાલા ! મને કંઇ કંઇ આજે થાય,
સ્મરું તે દિન દોહ્યલા રે લોલ:
જેવી પેલી વાદળીઓ વિખરાય,
વહ્યા રે ભાસ સોહ્યલા રે લોલ.

નહોતું જાણ્યું સ્વપ્ને પણ કો વેળ,
યુવાથી કંઇ મીઠડું રે લોલ;
આજે એવું ઘડપણ સ્નેહઠરેલ,
યુવાથી ભલું દીઠડું રે લોલ.

વાદળી વાદળીમાંહી ભેળાય,
ભેળાતાં ઉર આપણાં રે લોલ;
હવે પ્રાણ પ્રાણે ડૂબી સમાય,
ઉદક ઝરણાંતણાં રે લોલ.

યૌવન તાતી તાવણી જેમ,
છણછણતું સહેજમાં રે લોલ;
હોય અમ્રતથાળી એમ
લહેરાતાં શીત તેજમાં રે લોલ.