પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨૮
રાસચંદ્રિકા
 


હવે થયો આપણો આત્મા એક,
દિવાલો તૂટી દેહની રે લોલ;
વહ્યાં મદૃઘેન નયનથી છેક,
ખીલી છે જ્યોતિ સ્નેહની રે લોલ.

આજે તમ હૈયે વસતી વાત
પ્રથમથી હું લહું રે લોલ;
તમે પણ સમજી લ્યો ભલી ભાત
દિલે જે હું ચહું રે લોલ.

મિથુનની તારકજોડશું આજ
પલકીએ આપણે રે લોલ;
રહ્યું દૃઢ બંધન જીવન કાજ,
ઠર્યાં તપી તાપણે રે લોલ.

વહાલા ! જરી જેટલું હોય વિશેષ,
અને ભવ ભવ હસે રે લોલ !
વહાલા ! પડે ઓછું કંઇ લવલેશ,
જગત ક્યાં ક્યાં ખસે રે લોલ !

એવું જરી દેતાં વધુ કંઇ રોજ
રહ્યાં ને રહીશું સદા રે લોલ;
અખૂટ છે વહાલપના રસહોજ:
દીધા એ ખૂટ્યા કદા રે લોલ?