પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પૂજન
 



દૂરના સૂર

♦ કામણ દીસે છે અલબેલા તારી આંખમાં રે. ♦


સખિ, જો ! દૂરથી દૂરથી સંભળાય સ્વરો મુજ શ્યામના રે :
તે મુજ કામના રે.—

સંધ્યા સ્નેહભરી જો આવી,
નવનવલા રંગો કંઇ લાવી,
સંદેશા મુજને કહેતી સુખધામના રે :
તે મુજ કામના રે.

શ્યામ રૂડો અમીદેશ સુહાવે,
મીઠલડી નિજ બંસી બજાવે;
સ્વર તેના ઝીલે જન ઠામે ઠામના રે :
તે મુજ કામના રે.

એ સ્વરની લગની લાગી,
ભવની ભારી ભાવટ ભાંગી,
ગીતડાં ગાઉં એ વહાલા ગુણગ્રામનાં રે :
તે મુજ કામના રે.

તારક્દીપજડ્યા આવાસે
શ્યામતણા એ સૂર પ્રકાશે :
ક્યારે હું એ સમજું મમ તમામના રે ?
તે મુજ કામના રે.