પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૪૮
રાસચંદ્રિકા
 



પ્રારબ્ધ

♦ તને રાજા બોલાવે ભીલડી. ♦


ભર્યાં ભર્યાં સરોવર હીલકે,
તોય ગાય તરસડી જાય, રે મારા વહાલમા !
એને કોઠે પડ્યા છે કાંટલા,
ત્યાં તે પગલાં કેમ મુકાય ? રે મારા વહાલમા !
ભર્યાં ભર્યાં સરોવર હીલકે.

ઝાલે ઝુમ્મર તરણાં ઝૂલતાં,
તોય હરણાં ભૂખ્યાં જાય, રે મારા વહાલમા !
એની વાટે વિચર્યો કેસરી,
ત્યાં તે મુખડાં કેમ મંડાય ? રે મારા વહાલમા !
ભર્યાં ભર્યાં સરોવર હીલકે.

ભરી છાબ સોનેરી ફૂલડે,
તોય માલણ ઠાલી જાય, રે મારા વહાલમા !
એને વિષધર વીંટી છે પડ્યો,
તેમાં હાથ જ ક્યમ નંખાય ? રે મારા વહાલમા !
ભર્યાં ભર્યાં સરોવર હીલકે