પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સંસારવિષાદ
૨૪૯
 


રૂપે ગુણે છે રસિયો રાજતો,
તોય રસિયણ રડતી જાય, રે મારા વહાલમા !
આડાં પડ્યાં પ્રારબ્ધ કંઇ જન્મનાં,
તેનાં કોટડાં કેમ વીંધાય ? રે મારા વહાલમા !
ભર્યાં ભર્યાં સરોવર હીલકે

નેહે નયણાં રસરસ નીતરે,
તોય જુગજુગ સૂના જાય, રે મારા વહાલમા !
એની આશાનું પિંજર તૂટતું,
એનો આત્મા ઊડું ઊડું થાય, રે મારા વહાલમા !
ભર્યાં ભર્યાં સરોવર હીલકે