પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સંસારવિષાદ
૨૫૩
 



બાળશો ના

♦ ક્યા માગું રે મેં ક્યા માંગું. ♦


બાળશો ના, કોઈ બાળશો ના,
જગતઝાળમાં બળ્યાંને વધુ બળશો ના ! -

ઊંડા જ્વાળામુખી કંઇ પડ્યા છે જૂના,
ઊના ઊના કરી ઊકાળશો ના :
જગતઝાળમાં બળ્યાંને વધુ બળશો ના !

તપી તપી ઉચાટે આવ્યાં જળઘાટે,
વાટે વાટે ફરી ઉછાળશો ના :
જગતઝાળમાં બળ્યાંને વધુ બળશો ના !

દિલમાંના દૈત્યો જે સૂતા દિલ ફોલી,
ખોળી ખોળી તેને પંપાળશો ના !
જગતઝાળમાં બળ્યાંને વધુ બળશો ના !

દુઃખના તે પહાડમાંથી ગંગા ઉતારી,
વારી વારીને પાછી વાળશો ના :
જગતઝાળમાં બળ્યાંને વધુ બળશો ના !