લખાણ પર જાઓ

પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૬૪
રાસચંદ્રિકા
 


આઘા સૂરજ, આઘા ચંદ્રમા,
⁠ને આઘા સંધ્યા ઉષાના રંગ રે :
⁠ઊડવા આઘાં આઘાં રે ;
સોને મઢ્યાં મોંઘાં સોણલાં,
⁠પણ પડ્યાં છે ભાગ્ય તો અપંગ રે !
⁠ઊડવા આઘાં આઘાં રે. ૩

આઘા આઘા ઊડે મેહુલા,
⁠ને કંઈ આઘી આઘી ઊડે વીજ રે :
ઊડવા આઘાં આઘાં રે ;
⁠પડતાં ખડતાં દિલ ડોલતાં,
⁠ક્યાંથી આવે તે પ્રાણને પતીજ રે ?
⁠ઊડવા આઘાં આઘાં રે. ૪

આઘાં વિહંગ ઊડે વ્યોમમાં,
⁠ને આઘી આઘી સરે ત્યાં દિગંત રે :
⁠ઊડવા આઘાં આઘાં રે ;
સુખના પતંગ દૂર ઊડતા,
⁠એના આવે ક્યાં હાથમાં તંત રે ?
⁠ઊડવા આઘાં આઘાં રે. ⁠૫