આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૭૨
રાસચંદ્રિકા
આજની વાત
♦ ઊભા રહો તો કહો વાતડી, બિહારીલાલ. ♦
૧
વહી ગઈ તે સહુ વાતડી, વિસારો આજ !
ઘેરી અંધારી ગઈ રાતડી, વિસારો આજ !
વાયા ઊના વંટોળિયા, વિસારો આજ !
ધગધગતા રસ ઉર ઢોળિયા, વિસારો આજ !
ગગને કાળા ઘન ઘેરતા, વિસારો આજ !
હૈયે ભયાનલ વેરતા, વિસારો આજ !
લાગ્યા તે ડંખ કૈં ઝેરીલા, વિસારો આજ !
ભૂંડા પાપી ને સૌ વેરીલા, વિસારો આજ !
ખારે દરિયે એ વહી ગયાં, વિસારો આજ !
કોણ એ ફોગટ સહી રહ્યાં ? વિસારો આજ !