પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦
રાસચંદ્રિકા
 


નાચે રીઝાય કોઈ, નાચે ખીજાય કોઈ,
નાચે ભીંજાય સહુ સાથે રે;
વાંકીચૂંકી પડે પગલી જગતની,
તોય રાખે ધરી નિજ હાથે :
હો ! થનગન નાચે રે ! ૪

આઘી દિશાઓ ધીમે ખૂલતી ને
જામે પુનિત ગીત ઘેરાં રે;
ભુવન ભુવનમાં ઊઘડે આંખડલી,
નાચે હૈયે શમણાં અનેરાં :
હો ! થનગન નાચે રે ! ૫

રસિયાં ! આવો કુમકુમ પગલે,
નાચે દઈએ સહુ તાળી રે;
નાચો, નાચો, માર રસિયાના નાચમાં
તાળી ન જાય કદી ખાલી :
હો ! થનગન નાચો રે ! ૬