આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પૂજન
૧૩
નવશક્તિનાં વધામણાં
♦ મા પાવા તે ગઢથી ઊતર્યાં, મહાકાળી રે. ♦
આ આભઅટારીથી ઊતરી, ગુણગારી રે,
આવી ઊતરી ગુર્જર દેશ, ધન બલિહારી રે !
એની આંખે ઝબકે વીજળી, ગુણગારી રે,
એના કિરણિયાળા કેશ, ધન બલિહારી રે ! ૧
એના મુખમાં અમૃત ઊભરે, ગુણગારી રે,
એના નવજીવનના બોલ, ધન બલિહારી રે !
શાં અજવાળે ઘર આંગણાં, ગુણગારી રે,
એનાં હાસ્ય ઝરે અણમોલ, ધન બલિહારી રે ! ૨
એના કરમાં ડોલે કુંજરો, ગુણગારી રે,
એની કટિએ સિંહણકાય, ધન બલિહારી રે !
એને હૈયે મોજાં સિંધુનાં, ગુણગારી રે,
એના પ્રાણે પ્રગટે લાહ્ય, ધન બલિહારી રે ! ૩