પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮
રાસચંદ્રિકા
 



ગુણવંતી ગુજરાત

♦ રાગ માઢ ♦


ગુણવંતી ગુજરાત !
અમારી ગુણવંતી ગુજરાત !
નમિયે નમિયે માત !
⁠⁠અમારી ગુણવંતી ગુજરાત ! -

મોંઘેરા તુજ મણિમંડપમાં, ⁠ઝૂકી રહ્યાં અમ શીશ :
માત મીઠી ! તુજ ચરણ પડીને ⁠માગિયે શુભ આશિષ !
⁠અમારી ગુણવંતી ગુજરાત ! ૧


મીઠી મનોહર વાડી આ તારી ⁠નંદનવનશી અમોલ :
રસફૂલડાં વીણતાં વીણતાં ત્યાં ⁠કરિયે નિત્ય કલ્લોલ !
⁠⁠⁠અમારી ગુણવંતી ગુજરાત ! ૨

સંત મહંત અનંત વીરોની ⁠વહાલી અમારી માત !
જય જય કરવા તારી જગતમાં ⁠અર્પણ કરિયે જાત !
⁠⁠અમારી ગુણવંતી ગુજરાત ! ૩