પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પૂજન
૨૫
 


સ્વાત્મબળે રચ દુનિયા ન્યારી,
નવચેતનની ઑર ખુમારી !
ઉરના લાખ ઉમળકા વારી રાખ મા રે !
પાછું ઝાંખ મા રે ! ૪

પ્રગટ અભય સદ્‌ધર્મ પ્રસારવા,
એકકુટુંબી વસુધા કરવા,
ગરવા ગુણ ઉદ્ધરવા રાજા રાંકમાં રે !
પાછું ઝાંખ મા રે ! ૫

દેવી ! એ નવગૌરવ કાજે
હસતાં વહાણાં દ્વાર વિરાજે :
ધસિયે આજે ત્રીસ ક્રોડ તુજ પાંખમાં રે !
પાછું ઝાંખ મા રે ! ૬

નવજુગમાં નવમોહન બોલે,
રુદ્ર ત્રીજું લોચન કંઈ ખોલે:
ઓ દેવી ! ડોલે બ્રહ્માંડ જરાકમાં રે !
પાછું ઝાંખ મા રે !

દેવી ! ઉભરે શાં નવચેતન તારી આંખમાં રે ! ૭