પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વિશ્વલીલા
૪૫
 



વિશ્વદેવીનું ગાન

♦ અલબેલી રે અંબે માત, જોવાને જઇએ. ♦


કોટિ કોટિ મારા જ્યોતિઝબકાર,
હો! ભીંજે મારી આંખડલી !
તોય હૈયે મારે ઊંડેરા અંધાર :
હો ! ભીંજે મારી આંખડલી !

જોગી છુપાયો મારો જોગ ગુફામાં,
વાટ હું જુગજુગ જોતી રે,
ઝીણા ઝીણા કો એના આવે ઝબૂકલા,
જોતી જોતી ને રહું રોતી :
હો ! ભીંજે મારી આંખડલી ! ૧

એક ઉઘાડું મારી આંખ તપેલી,
બીજી ઉઘાડું અમી ઝરતી રે;
ઉઘાડું ઢાંકું એવી અંતરની દેવડી ;
નેવે નેવે એ રહે નીતરતી :
હો ! ભીંજે મારી આંખડલી ! ૨