પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૪
રાસચંદ્રિકા
 



સંધ્યા

♦ પૂનમ ચાંદની ખીલી પૂરી અહીં રે . ♦


સુંદર શોભા શી સજી સંધ્યા સોહાગણે રે !
વાદળી વાદળી ચાલી ઝીલવા એ નવરંગ :
આવો રમવા સૌ ઘડીભર ધરણીને આંગણે રે !

તપના તાપ ઉતાર્યા વ્યોમતણી વેરાગણે રે,
ગૂંથ્યાં મનમોહન કુસુમો સંધ્યાને અંગ :
આવો રમવા સૌ ઘડી ભર ધરણીને આંગણે રે ! —

પહેરી કસૂંબી ચુંદડી, ચાલી ચતુરા વાટ ;
દેવનયનશો તારલો ચોઢ્યો લાલ લલાટ :

ઊડે જેમ ગુલાલ વસંતે ચોગમ ફાગણે રે,
એવા ઊડે એના રંગો અવનવ ઢંગ :
મવા સૌ ઘડીભર ધર્ણીને આંગણે રે ! - સુંદર૦ ૧