પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વિશ્વલીલા
૫૫
 

સરવર સરિતા સિંધુમાં, પગ એ ધોવા જાય;
તાવ્યાં કંચનશાં બની, જળ સૌનાં રેલાય;

કુંકુમચરણે નભરમણી ચાલી ક્રીડાંગણે રે,
એના રૂપે નભદેવો ય બને વ્રતભંગ :
આવો રમવા સૌ ઘડીભર ધર્ણીને આંગણે રે ! સુંદર ૨

આશભર્યાં ઉર સોણલાં, આંખોમાં આરામ;
પળભરનું છે પલકવું, પછી ઊડવું કો ધામ :

રંગોની રાણી વિંધી સૌને સમરાંગણે રે
મલકી સરકી જાય ચઢી મદભર માતંગ !
આવો સૌ રમવા ઘડીભર ધરણીને આંગણે રે !
સુંદર શોભા શી સજી સંધ્યા સોહાગણે રે ! ૩