પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૪
રાસચંદ્રિકા
 


હિમ જેવા શ્વેત નિજ હંસો ઉડાડતી,
મધુરાં હાસે કો આ મલકી રહી :
આ રૂપેરી ચાંદની ચલકી રહી. ૫

કોના આવાસમાં, કોના ઉરશ્વાસમાં,
સોહમની લહેર આ સળકી રહી.
આ રૂપેરી ચાંદની ચલકી રહી. ૬

અજબ બ્રહ્મમોરલાનું કિરણનૃત્ય દેખી,
આત્માની છેલ કોની ડળકી રહી ?
આ રૂપેરી ચાંદની ચલકી રહી. ૭