પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વિશ્વલીલા
૬૭
 



ચંદાનું ગાન

♦ વનમાં બોલે મીઠા મોર. ♦


હાં રે હું તો ધરણીમાતાની વડી બેટી,
વળાવી નભસાસરે રે લોલ,
તોય મારાં ભાંડુડાં સેવું રહી છેટી,
પડ્યાં જે માને આસરે રે લોલ :
ઝેરવેરભર્યાં અંધારજળ વેરે
ભૂંડો કો છૂપી વ્યોમમાં રે લોલ,
ઘેરાં ઘેરાં ઘેને તે નેણ સૌનાં ઘેરે,
છવાય રોમરોમમાં રે લોલ. ૧

સોને મઢ્યો કૂવો સાસરિયાનો,
અમૃત ઉભરાવતો રે લોલ,
તેમાં માતદીધો કુંભ મારો નાનો
ભરી હું લઉં ભાવતો રે લોલ !